Share Market News : ટેરિફ ઘટતા રોકેટ બન્યુ શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં જબરજસ્ત ઉછાળો
આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે વેપાર કરાર અને ટેરિફ ઘટાડા અંગે થયેલા કરારથી ભારતીય બજારમાં તેજી જોવા મળી હતી. સોમવારના રેકોર્ડબ્રેક ઓપનિંગ પછી, મંગળવારે બજાર મજબૂત વધારા સાથે ખુલ્યું હતું. બજારના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50માં પણ તેજી જોવા મળી હતી. આ લખતી વખતે સેન્સેક્સ 83,974.65 પર ટ્રેડ કરી રહ્યો છે, જે લગભગ 3 ટકાનો ઉછાળો છે. નિફ્ટી 50 પણ 25,812.65 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ 3656.74 પોઈન્ટ અથવા 4.48 ટકા વધીને 85,323.20 પર બંધ થયો, જ્યારે એનએસઈ નિફ્ટી 50 1219.65 પોઈન્ટ અથવા 4.86 ટકા વધીને 26,308.05 પર ખુલ્યો હતો. સવારે 9:25 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 2407 પોઈન્ટ વધીને 84,073 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50 760 પોઈન્ટ વધીને 25,848 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજાર ખુલતાની સાથે જ ઘણી મોટી કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટનો શેર 7 ટકાથી વધુ ઉછળ્યો, જ્યારે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનો શેર પણ લગભગ 4 ટકાના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆતમાં ટોચના 10 ગેનર શેરોની વાત કરીએ તો અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ સિવાય બજાજ ફાઇનાન્સ (6.50%), ઈટરનલ શેર (4.50%), બજાજ ફિનસર્વ (4.31%), ઇન્ડિગો (3.99%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેર (3.95%), સન ફાર્મા (3.63%), ઇન્ફોસિસ (3.50%), ટાઇટન (3%) અને મારુતિ (2.94%) માં વધારા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.