Tamil Nadu Election Results 202: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પાછળ
દેશની નજર જે પરિણામો પર હતી તેમાં તમિલનાડુમાં એક મોટો અને ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો છે. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી અને સત્તાધારી પક્ષ DMK ના વડા એમ.કે. સ્ટાલિન પોતાની જ પરંપરાગત અને સૌથી સુરક્ષિત મનાતી કોલાથુર બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે. એમ.કે. સ્ટાલિન 7544 બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છીએ તો TVKના વી.એસ.બાબુ આગળ ચાલી રહ્યાં છે. હાલમાં થલાપતિ વિજયની પાર્ટી TVK (તમિલગા વેત્રી કઝગમ) ના ઉમેદવાર વી.એસ. બાબુ આગળ ચાલી રહ્યાં છે.
કોલાથુર બેઠકને એમ.કે. સ્ટાલિનનો અભેદ્ય કિલ્લો માનવામાં આવતો હતો. 2011 માં જ્યારે વિલ્લિવાક્કમ અને પુરાસાવક્કમ વિસ્તારોના અમુક ભાગોને ભેગા કરીને આ નવી બેઠક બનાવવામાં આવી, ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટાલિન જ ત્યાંના ધારાસભ્ય હતા. 2011, 2016 અને 2021 એમ સળંગ ત્રણ વખત તેઓ અહીંથી જંગી બહુમતીથી જીતતા આવ્યા હતા. છેલ્લી 2021 ની ચૂંટણીમાં તેમણે AIADMK ના આદિ રાજારામને હરાવ્યા હતા, પણ આ વખતે પોતાના જ ગઢમાં તેમને પછડાટ મળી છે.