UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત

Continues below advertisement

UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત

UP Cyclone : ઉત્તર પ્રદેશમાં આંધી અને વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. બુધવારે સાંજે જબરજસ્ત આંધી સાથે વરસાદના કારણે કુલ 89 લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા. દિવાલ ધરાશાયી થઈ. વીજળી પડવાની ઘટના બની, જેને લઈને ભારે નુકસાન પણ થયું. આ આંધીના કારણે રેલવે અને વીજળીની વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ ચૂકી છે. પ્રયાગરાજમાં 17 લોકોના મોત નીપજ્યા, ફતેહપુર જિલ્લામાં નવ લોકોના મોત થયા, ભદોહીમાં છ. બદાયું પ્રતાપગઢમાં પાંચ-પાંચ, હરદોઈ, ઉન્નાવ, સીતાપુરમાં બે-બે લોકોના મૃત્યુ થયા. આ સાથે ઉન્નાવમાં પણ આ આંધીનો જોરદાર કહેર જોવા મળ્યો. ભારે આંધીના કારણે ઉન્નાવમાં અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા. ગોંડામાં વીજળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ફતેહપુર જિલ્લામાં પણ આ આંધીએ નવ લોકોનો ભોગ લીધો, જ્યારે કે પાંચ લોકો ઘાયલ થયા. મૃતકોમાં મહિલાઓ અને વૃદ્ધ પણ સામેલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો સોનભદ્રમાં પણ આ આંધીના તાંડવથી ભારે તબાહી મચેલી જોવા મળી. દ્રશ્યો પણ જોઈ શકો છો કે કયા પ્રકારે ભારે પવન ફૂંકાયો અને તેની સાથે જ આ મસ મોટું ટીન શેડ છે, તે પણ એક જ ઝાટકે, એક જ ક્ષણમાં ઉખડી અને જમીન ભેગું થઈ ગયું. ધૂળ ભરી આ આંધી વાવાઝોડાએ એવો તે તાંડવ મચાવ્યો કે ગામથી લઈ શહેર સુધી આ પ્રકારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. પ્રતાપગઢની વાત કરીએ, અહીં પણ તોફાનની સાથોસાથ વીજળી પડવાને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. આ સાથે જ અહીં કુલ ચાર લોકોના પણ મૃત્યુ થયા. યુપીમાં આ આંધી વાવાઝોડાથી 89 લોકોના મોત નીપજ્યા છે, તેની સાથે ફતેહપુરમાં નવ, પ્રયાગરાજમાં 17, ભદોહીમાં છ લોકોના મોત નીપજ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola