UP: BJPના ટોચના નેતા વ્યક્તિને માર મારતા કેમેરામાં થયા કેદ, પોલીસ મૂકપ્રેક્ષક બની જોતી રહી
Continues below advertisement
ઉત્તર પ્રદેશના નોઇડામાં ભાજપ યુથ વિંગના મહામંત્રી નવીન ભાટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહદરા ગામ સેક્ટર 141માં ગ્રામજનો વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થયો હતો. વિવાદ એટલો વધ્યો કે ભાજપના નેતા નવીન ભાટી પોતાના સાથી સાથે મળી ધારદાર હથિયાર વડે એક વ્યક્તિને માર મારવા લાગ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસ પણ સ્થળ પર હાજર રહી હતી પરંતુ તે મૂકપ્રેક્ષક બની જોતી રહી હતી.
Continues below advertisement