PM Modi on Budget 2026: બજેટને લઈને PM મોદીએ શું આપી પ્રતિક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2026 ની પ્રશંસા કરી હતી. તેમણે નિર્મલા સીતારમણની પ્રશંસા કરતા કહ્યું કે આ બજેટ એક અપાર અવસર છે. તે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે નિર્મલા સીતારમણે એક રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક છે. વર્તમાન બજેટ પુષ્કળ તકોનો રાજમાર્ગ છે. તે વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે. ભારતની રિફોર્મ એક્સપ્રેસવેને ગતિ મળશે. બજેટ આપણા વિઝનને સાકાર કરે છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, "આ યુવા શક્તિ બજેટ છે. આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ વિવિધ ક્ષેત્રોમાં લીડર્સ, ઈનોવેટર્સ અને ક્રિએટર્સનું નિર્માણ કરશે."
પીએમ મોદીએ કહ્યું, "આ બજેટ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનોને નવી ગતિ આપવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરે છે. આ બજેટે MSME, આપણા નાના અને કુટીર ઉદ્યોગોને ટેકો આપ્યો છે, અને તે તેમને સ્થાનિકથી વૈશ્વિક સ્તરે પરિવર્તન માટે નવી શક્તિ આપશે." આજે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે, તેમણે કહ્યું, "આ બજેટ પુષ્કળ તકોનો રાજમાર્ગ છે. આ બજેટ 2047 માં વિકસિત ભારત તરફ આપણી મોટી ઉડાનનો પાયો છે."