Dwarka Rain : દ્વારકામાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં જ ખાબક્યો 5 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Dwarka Rain : દ્વારકામાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં જ ખાબક્યો 5 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
દ્વારકામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પણ પાંચ ઈંચ વરસાદ. બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં જ ચાર ઈંચ વરસાદ. દ્વારકાના ભદ્રકાળી ચોકમાં જળબંબાકાર. દ્વારકાના ઈસ્કોન ગેટ પાસે ભરાયા પાણી. દ્વારકાના માર્ગો પર ભરાયા ગોઠણસમા પાણી. ખંભાળિયા અને ભાણવડ પંથકમાં પણ વરસાદ.
દ્વારકામાં માત્ર બે કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે ખંભાળિયા અને ભાણવડમાં પણ અડધો ઇંચ વરસાદ થયો. આ અણધાર્યા વરસાદથી ગરમીથી કંટાળેલા લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.





















