Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી કે સિક્સલેન રોડની કામગીરીમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય. જામનગરના પાયલોટ બંગલોથી દિગ્જામ સર્કલ સુધી 15.02 કરોડના ખર્ચે સિક્સલેન રોડને આપવામાં આવી છે મંજૂરી. સિક્સલેન થકી ખોડિયાર કોલોનીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો છે. પ્રથમ સિક્સ લેન રોડનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.રિવાબા જાડેજાએ કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે, કામ ક્યારે શરૂ કરશો, તો જવાબમાં કોન્ટ્રાક્ટરે કહ્યું, ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દઈશું. જે બાદ રિવાબાએ હસતા હસતા કહ્યું- આ તો અમારો ડિપ્લોમેટિક જવાબ છે, તમે મને અવધી આપો?આખરે કોન્ટ્રાકટરે વાયદો આપ્યો કે એક સપ્તાહની અંદર સિક્સલેનની કામગીરી શરૂ કરાશે અને એક વર્ષમાં સિક્સલેનની કામગીરી પૂર્ણ કરી દેવાશે.






















