મહેસાણા નગરપાલિકામાં ચીફ ઓફિસર મનમાની ચલાવતા હોવાનો આરોપ

Continues below advertisement

મહેસાણા નગરપાલિકામાં અધિકારી રાજ ચાલતું હોવાની ફરિયાદો ઉઠી છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખે ચીફ ઓફિસરના કામ કાજ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. પ્રમુખના લેખિતમાં ઇનકાર કર્યો હોવા છતાં ચીફ ઓફિસરે 44.58 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. વાસ્તવમાં શહેરમાં એક અને બેનું ગટર લાઇનનું કામ સુરતની વેસ્ટ કોર્પોરેશન નામની કંપનીને આપ્યું હતું. જોકે, શહેરમાં ઠેર ઠેર ગટર ઉભરાવવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. જેથી ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ નવીન પરમારે કંપનીને રૂપિયા નહી ચૂકવવા નગર પાલિકાના ચીફ ઓફિસરને તાકીદ કરી હતી છતાં નગર પાલિકાના ચીફ ઓફિસરે 44.58 લાખ રૂપિયા કંપનીને ચૂકવી દેતા વિવાદ ઉભો થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram