Thakor Samaj DJ Controversy : કોરડામાં DJ વગાડનારને ઠાકોર સમાજે કેટલો ફટકાર્યો દંડ?
Thakor Samaj DJ Controversy : કોરડામાં DJ વગાડનારને ઠાકોર સમાજે કેટલો ફટકાર્યો દંડ?
પાટણમાં ઠાકોર સમાજની સભા મળી કોરડા ગામે સમાજનું બંધારણ તોડવાને લઈને સભા મળી. બંધારણ તોડનાર મગનજી ઠાકોરને એક લાખ એકાવન હજારનો દંડ ફટકારાયો છે. મગનજી ઠાકોરે દંડની સાથે સમાજની માફી માંગી. મગનજીએ કાર્યક્રમમાં ડીજે વગાડી બંધારણનો ભંગ કર્યો હતો. અગાઉ ગ્રામ કમિટીએ પહેલા એકવીસ હજારનો દંડ કરતા હલ્લાબોલ થયો. સભા છોડીને લોકોએ ચાલતી પકડતા ચંદનજી અમૃતજીએ હાથ જોડીને બેસાડ્યા. વાવ થરાદ બનાસકાંઠા પાટણના રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આજ મારા સમાજે ભેગા મળી અને સુખે સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને એક લાખ ને એકાવન હજાર રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા એ સમાજે જે કર્યું એ હું શિર માન્ય રાખું છું અને મેં માફી માંગી સમાજ જોડે કે જાણે અજાણે મારી ભૂલ થઈ હોય તો સમાજ મને માફ કરી દે.























