શોધખોળ કરો
Suigam Flood : સૂઈગામના વૃદ્ધાનું દર્દ સાંભળી આવી જશે આંસુ, ખાવાનું કંઈ છે નહીં, ભૂખે મરું!
Suigam Flood : સૂઈગામના વૃદ્ધાનું દર્દ સાંભળી આવી જશે આંસુ, ખાવાનું કંઈ છે નહીં, ભૂખે મરું!
સૂઈગામ છેલ્લા 36 કલાકથી પાણીમાં ગરકાવ છે. ત્યારે એબીપી અસ્મિતા પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચ્યું હતું અને તેમની આપવીતી સાંભળવાનો પ્રયાસ કર્યો હતો. એક વૃદ્ધાએ કહ્યું હતું કે, બધું જ પાણીમાં ડૂબી ગયું. અનાજ પણ ડૂબી ગયું છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, ખાવાનું કંઈ છે નહીં. એટલે ભૂખે મરવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવ અને સુઈગામ તાલુકાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે, 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
આ નિર્ણય મુજબ, આ બંને તાલુકાની તમામ આંગણવાડી, શાળાઓ અને કોલેજો બંધ રહેશે. બીજી તરફ, વરસાદના કારણે નાગલા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જ્યારે NDRF ની ટીમોએ વિવિધ વિસ્તારોમાંથી 380 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
આગળ જુઓ
Advertisement
Advertisement



















