Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ

Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ

પૂર્વ AAP નેતા રાજુ કરપડા બાદ હવે પૂર્વ IPS મનોજ નીનામા ભાજપમાં જોડાયા છે. રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે પૂર્વ આઇપીએસનું ભાજપમાં જોડાવું તેમની રાજકારણ ક્ષેત્રે સક્રિય એન્ટ્રી માનવામાં આવી રહી છે. તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે.તઓને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવી શકે છે. ઉલ્લેખનિય છે કે,  મનોજ નીનામા 31મી મેએ રિટાયર થવાના હતા. નિનામાએ આ પહેલા વહેલાં સ્વેચ્છિક  નિવૃત્તિ લઇ લીઘી હતી. 

મનોજ નિનામાના ભાજપ પ્રવેશ પાછળ આગામી ચૂંટણીઓની રણનીતિ (Strategy) હોવાનું મનાઈ રહ્યું છે.  એક IPS અધિકારી તરીકેનો તેમનો બહોળો અનુભવ અને સ્થાનિક સ્તરે તેમનું વર્ચસ્વ ભાજપ માટે જીતની શક્યતા વધારી શકે છે. શિક્ષિત અને અનુભવી ચહેરાઓને આગળ લાવવાની ભાજપની નીતિના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું જણાય છે. એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે લાંબો અનુભવ ધરાવતા નિનામા હવે 'ખાખી' છોડીને 'ખાદી' ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતા, રાજકારણમાં તેમનો પ્રવેશ આગામી ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola