Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે

Continues below advertisement

Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉતરાયણની ઉજવણી કરી, રાજપીપળામાં ભાજપ કાર્યકર્તાઓ સાથે ચગાવ્યો પતંગ. ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે, તે પ્રકારની વાત પણ મનસુખ વસાવાએ કરી છે. ભાજપના પતંગની દોરી મોદીના હાથમાં છે, ભાજપનો પતંગ કોઈ કાપી શકે તેમ નથી. સ્થાનિક હોય કે લોકસભાની ચૂંટણી, ભાજપનો પતંગ ચગતો રહે છે. છેલ્લી સાત ટર્મથી ભરૂચ લોકસભા પર પોતાનો અવિરત રાજકીય પતંગ... આવી રહેલા મનસુખ વસાવા આજે પોતાના માદરે વતન રાજપીપળા ખાતે પતંગ ઉત્સવ મનાવી રહ્યા છે. વાત કરીએ તો, મનસુખભાઈ, આ વખતે તમારો જે રાજકીય દાવપેચ અને રાજકીય પતંગ છે, તે કેટલો ઊંચો ચગશે? જો હું છેલ્લા સાત ટર્મથી ભારતીય જનતા પાર્ટી, ભરૂચ લોકસભાનો સભ્ય રહી ચૂક્યો છું. પ્રજાની કૃપા અને પરમાત્માની કૃપા, સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી અને આ જ સ્થાન પરથી છેલ્લા સાત ટર્મથી, અહીંયા પાછલા 20-25 વર્ષથી પતંગોત્સવ મારા મિત્રો સાથે, કાર્યકર્તાઓ સાથે હું મનાવી રહ્યો છું. આજે પણ વહેલી સવારે જાગી, ભગવાન સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી, ઉતરાયણનો પર્વ છે, મકરસંક્રાંતિનો પર્વ છે, આધ્યાત્મિક ઘણું બધું મહત્વ છે અને રાજકીય ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો માટે સૂર્ય ઉપાસનાઓ અતિ મહત્વની છે, તો વહેલી સવારે જાગીને ભગવાન સૂર્યનારાયણને એવી પ્રાર્થના કરી કે અમે રાષ્ટ્ર માટે કામ કરીએ અને જે રાજ્યના દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે સત્તા છે, તે સત્તા બની રહે અને આ સત્તા ભારતીય જનતા પાર્ટીની સત્તા થકી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની પ્રગતિમાં, દેશની ઉન્નતિમાં, દેશના કલ્યાણમાં નિરંતર એમને શક્તિ પ્રદાન પરમાત્મા કરતા રહે, એવી ભગવાન સૂર્યનારાયણને આજે વહેલી સવારે પ્રાર્થના કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola