Gulabsinh Rajput : કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન

Continues below advertisement

Gulabsinh Rajput : કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધારવાનો કર્યો પ્રયાસ. ડીસામાં યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટ કહ્યું કે કૉંગ્રેસને કૉંગ્રેસ જ હરાવે છે.. બીજુ કોઈ હરાવતુ નથી. કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતે કાર્યકર્તાઓ અને આગેવાનોને વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવાની સલાહ આપી. પરંતુ એ પણ સ્પષ્ટ કહ્યું કે છેલ્લી ઘડી સુધી ટિકિટની રાહ જોવાની, છેલ્લી ઘડી સુધી લોબિંગ કરીએ અને ટિકિટ મળે તો ઠીક છે. ના મળે તો હરાવવાનું કામ કરીએ છીએ. ગુલાબસિંહનું તો એવુ પણ કહેવુ હતુ કે બનાસકાંઠા જિલ્લાનો ઈતિહાસ રહ્યો છે કે કૉંગ્રેસને નુકસાન થયું હોય તો એ કૉંગ્રેસના લોકોએ જ કર્યુ છે. નહીં કે કોઈ બહારના.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola