Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોને લઇને મોટા સમાચાર. વાવ-થરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોને પ્રદેશ કોંગ્રેસની ટેલિફોનિક સૂચના. રંટિલા જિલ્લા પંચાયતથી સિદ્ધરાજસિંહ ચૌહાણને કોંગ્રેસે આપી સૂચના. રૈયા જિલ્લા પંચાયતથી નરસિંહભાઈ રબારીને કોંગ્રેસે આપી સૂચના. આગથળા જિલ્લા પંચાયતની દેવાભાઈ પટેલને કોંગ્રેસની ટેલિફોનિક સૂચના. ત્રણેય ઉમેદવારોને ફોર્મ ભરવા પ્રદેશ કોંગ્રેસની ટેલિફોનિક સૂચના.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઇને સમાચાર. પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં વધુ 5 જિલ્લાની ચર્ચા પૂર્ણ. સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ચર્ચા પૂર્ણ. દ્વારકા, જામનગર, અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ચર્ચા પૂર્ણ. હજુ મોડી રાત સુધી અન્ય કેટલાક જિલ્લાની યોજાશે બેઠક.
કોંગ્રેસ આજે જાહેર કરશે ઉમેદવારોની બીજી યાદી. પાલિકા-પંચાયતના ઉમેદવારોની કોંગ્રેસ બીજી યાદી કરશે જાહેર. ટેલિફોનિક જાણ કર્યા બાદ આજે સત્તાવાર યાદી થશે જાહેર. બીજી યાદીમાં પણ મનપાના ઉમેદવારોની સંખ્યા વધારે હશે.






















