Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
MLA મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર AAPના પ્રહાર. MLA ગોપાલ ઈટાલિયાએ લગાવ્યો મિલીભગતનો આરોપ . ભાજપે માન્યું કે કૉંગ્રેસ પાસે ઉમેદવાર નહતા. MLA જાહેરમાં બોલ્યા કે,અમે કૉંગ્રેસને ઉમેદવાર આપ્યા. અનેક સ્થળે કૉંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી. આમ આદમી પાર્ટીના વોટ કાપવા માટે આ ષડયંત્ર.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભાજપના ધારાસભ્ય મહેંદ્ર પાડલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ધારાસભ્યએ કહ્યું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી ભાજપે તેમને ઉમેદવારો પુરા પાડ્યા. તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા હોાની વાત કરી. જેને લઈ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો. આ વિવાદની વચ્ચે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસના મિત્રો એવું કહેતા હોય છે તમે અમારે ત્યાંથી લડો. જેના કારણે બોલાઈ ગયું. સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આજે હતાશ થઈ ચુકી છે. તેમની પાસે લડવા માટે કાર્યકર્તા નથી. કોંગ્રેસ પાસે કોઈ નેતાગીરી નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં ભાજપ 128 બેઠકો પર બિન હરીફ થઈ હોવાની પણ વાત કરી.