Gujarat BJP: ભાજપના નેતાએ જ ભાજપની નીતિ સામે ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસીકરણથી ભાજપનો કાર્યકર્તા દુઃખી
Gujarat BJP: ભાજપના નેતાએ જ ભાજપની નીતિ સામે ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસીકરણથી ભાજપનો કાર્યકર્તા દુઃખી
ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ખુલ્લો પત્ર લખી ભાજપની જ વર્તમાન નીતિ-રીતિ સામે પ્રહાર કર્યા છે...કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ મનમાની કરતા હોવાનો પણ કનુ ડાભીએ આરોપ લગાવ્યો છે...એટલું જ નહી પક્ષના સંગઠનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રાધાન્ય આપી પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાનો પણ આરોપ લગાવ્યા છે.....ભાજપના કોંગ્રેસી કલ્ચરના કારણે પાયાના કાર્યકર્તાઓ દુઃખી અને સ્થાનિક સ્તરે જૂથવાદનો ભોગ ભાજપના જ મૂળ નેતાઓ, કાર્યકર્તાઓ બનતા હોવાનો આરોપ લગાવ્યો..સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય રાજેશ ઝાલા પર પણ કનુભાઈએ આરોપ લગાવ્યા....સાથે સહકારની ચૂંટણીઓ કે સંગઠનમાં ભાજપના કાર્યકર્તાઓને કોરાણે મુકી કોંગ્રેસમાંથી આયાત કરાયેલા નેતાઓને ટિકિટ અને સ્થાન અપાતું હોવાનો પણ આરોપ લગાવ્યો.






















