Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ
Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ
ખેડૂતોના ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરીને ખેડૂતોની યાતનાઓને ઉજાગર કરવા જિલ્લા કૉંગ્રેસ દ્વારા ગામડે ગામડે ફરી રહી છે. કોંગી પ્રતાપ દુધાતે રાજનેતાઓને દેવા માફીની માંગ કરતો પત્ર મુખ્યમંત્રીન પાઠવે તેવી લાગણીઓ વ્યક્ત કરેલી હતી ને ધારી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો. દેવા માફી કરવા ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયાના પત્રથી રાજુલા ખાતે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયાને બિરદાવ્યા હતા.
ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની માગ પર સરકારનું પ્રથમ નિવેદન. આ સમય રાજનીતિ કરવાનો નથી. ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનું છે. અત્યારે ખેડૂતોની મદદ કરવાનો સમય છે, તેમ કૃષિ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું.





















