Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર. ભાજપની મૂળ વિચારધારાને વરેલા કાર્યકરને ઉમેદવાર તરીકેની પહેલી પસંદ રહેશે. ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષક તરીકે જનારા હોદ્દેદારોને ભાજપ અધ્યક્ષની સ્પષ્ટ સૂચના. કમલમ ખાતે મળેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાની મહત્વની બેઠક પૂર્ણ. ઉમેદવાર પસંદગી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ અંગે અપાઈ સૂચના. મૂળ ભાજપ અને સંઘના કાર્યકરો ઉમેદવાર તરીકે પહેલી પસંદ. સેવાભાવ સાથે કામ કરનાર કાર્યકર્તાને ઉમેદવારીમાં પસંદ કરવા સૂચના. સેન્સ લીધા બાદ ઉમેદવારની પેનલમાં માત્ર 3 જ નામ આપવા સૂચના. વિસ્તારમાં લોક સ્વીકૃતિ ધરાવતા કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવવા સૂચના. સ્વચ્છ છબી ધરાવતા લોકોનો જ પેનલમાં સમાવેશ કરવા કડક સૂચના. ઉમેદવાર પસંદગીના જૂના ધારાધોરણો હાલ પૂરતા રહેશે યથાવત. ભાજપની ચૂંટણી કમિટી ધારાધોરણોમાં ફેરફાર કરશે તો નિરીક્ષકોને કરાશે જાણ.