Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?

Continues below advertisement

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચાવાને લઇને મોટા સમાચાર. અત્યાર સુધીમાં 80થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન. નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 24 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન. મહાનગર પાલિકાઓમાં અત્યાર સુધી 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન. તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 33 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન. જિલ્લા પંચાયતોમાં અત્યાર સુધીમાં 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું આંકલન.

નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવી લીધો છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ નવસારી જિલ્લામાં ભાજપના ઉમેદવારો એકસાથે 60 બેઠકો પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમાં સૌથી મોટી જીત ગણદેવી નગરપાલિકામાં થઈ છે, જ્યાં 24 માંથી 22 બેઠકો પર વિપક્ષ મેદાન છોડી ગયો છે. ચૂંટણી પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા નવસારી ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola