Gujarat Local Body Election : 'કોંગ્રેસ હાર ભાળી ગઈ છે', 'પોલીસ ભાજપના ચૂંટણી એજન્ટ હોય તેવું વર્તન'
Gujarat Local Body Election : 'કોંગ્રેસ હાર ભાળી ગઈ છે', 'પોલીસ ભાજપના ચૂંટણી એજન્ટ હોય તેવું વર્તન'
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે આરોપ-પ્રત્યારોપની રાજનીતિએ પણ જોર પકડ્યુ. પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ભાજપની સત્તામાં બેઠેલા અધિકારીઓ અને ચૂંટણી પંચ આ ચૂંટણી લડી રહ્યું છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ ભાજપનો ખેસ પહેર્યો હોવાનો આરોપ લગાવી અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ 25 લાખ રૂપિયાની ઓફર આપીને કૉંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની રાજ્ય ચૂંટણી આયોગમાં ફરિયાદ. આધાર-પૂરાવાઓ સાથે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળની ફરિયાદ. પોલીસ પ્રશાસનનો દુરપયોગ કરાતો હોવાનો કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રદ કરાયા હોવાનો આરોપ. કોંગ્રેસ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાનો આરોપ. કોંગ્રેસના ઉમેદવારોને લોભ, લાલચ અને પ્રલોભન અપાતા હોવાનો આરોપ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોની ફરિયાદ.





















