Gujarat New Cabinet Ministers : નવા મંત્રીમંડળમાં કેટલા મંત્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Gujarat New Cabinet Ministers : નવા મંત્રીમંડળમાં કેટલા મંત્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Gujarat Cabinet Expansion: ગુજરાત સરકારના મંત્રી મંડળને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મંત્રી મંડળ વિસ્તરણ શુક્રવારે મહાત્મા મંદિર ખાતે 11.30 કલાકે થશે. હવે આ અંગે સત્તાવાર મહોર લાગી ચૂકી છે અને એબીપી અસ્મિતા પર આ વાતને પુરેપુરી એક્સક્લૂસિવ જાણકારી સામે આવી છે. નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તે અંગે આપણે વિગતવાર જોઈએ.
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના અનેક નેતાઓને લોટરી લાગી શકે
ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના અનેક નેતાઓને લોટરી લાગી શકે છે. નવા મંત્રી મંડળમાં જેમના નામની સૌથી વધારે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કોડીનારના ધારાસભ્ય ડૉ પ્રદ્યુમન વાજા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, રાજકોટથી ધારાસભ્ય દર્શિતા બેન શાહનું નામ સામેલ છે.
ગુજરાતના રાજકારણ માટે શુક્રવારનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે. મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. અનેક મોટા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તો નવા ચહેરાઓને પણ સ્થાન મળશે.
આ નેતાઓ બની શકે છે મંત્રી
આહિર સમાજમાંથી ઉદય કાનગડને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે. પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકીને સ્થાન મળી શકે છે. અર્જુન મોઢવાડિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને સ્થાન મળી શકે છે.
મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓએ આપ્યા રાજીનામા
ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નિવાસ સ્થાને મળેલી મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે.
ગુજરાતના મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે. તમામના રાજીનામા તૈયાર હતા. મંત્રીઓએ રાજીનામામાં સહી કરી હતી. અન્ય કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. પક્ષના કહેવાથી તમામે રાજીનામા આપ્યા છે. સૌપ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું.




















