Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું

Continues below advertisement

Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું

AAP Visavadar victory: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયત સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે. આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ફરી એકવાર 'આપ'નું ઝાડુ ફરી વળ્યું છે. અહીં કુલ 18 બેઠકો માટે થયેલા રસાકસીભર્યા જંગમાં 11 બેઠકો પર શાનદાર જીત મેળવીને આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે સત્તા કબ્જે કરી લીધી છે અને કોંગ્રેસના તો સીધા સૂપડા જ સાફ કરી નાખ્યા છે.

વિસાવદર તાલુકા પંચાયતના અંતિમ આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, અહીં AAP એ શાનદાર પ્રદર્શન કરતા વિપક્ષોને મોટો ઝટકો આપ્યો છે. બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપને અપેક્ષા મુજબનું પરિણામ મળ્યું નથી અને તેઓ માત્ર 6 બેઠકો પર જ અટકી ગયા છે. આ ઉપરાંત 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે વિજય પતાકા લહેરાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola