Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Mumbai bmc election 2026: મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે. બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પર છે. અહીં, ભાજપ અને એકનાથ શિંદેએ સાથે ચૂંટણી લડી હતી. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે ચૂંટણી લડી હતી. BMC કોણ જીતશે તેનો અંતિમ નિર્ણય 16 જાન્યુઆરીએ થવાનો છે. જોકે, તે પહેલાં, એક્ઝિટ પોલના ડેટામાં એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે. BMC પાસે કુલ 227 વોર્ડ છે. શિવસેના અને NCP માં વિભાજન પછી આ પહેલી મ્યુનિસિપલ ચૂંટણી છે.
મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાં મતદાન પૂર્ણ. મુંબઇ મનપા સહિત 29 મહાનગરપાલિકામાં મતદાન પૂર્ણ. ચૂંટણી પંચ પ્રમાણે બપોરે 3.30 વાગ્યે સુધીમાં 41 ટકા મતદાન. દિગ્ગજ નેતા અને બોલિવુડ હસ્તીઓએ કર્યુ મતદાન. મતદાન વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો ચૂંટણીમાં ગડબડીનો આરોપ. મતદાન બાદ લગાડાતી શાહીની પેન બદલાયાનો આરોપ. સેનેટાઈઝરથી શાહી ભૂંસાતી હોવાનો ઠાકરેનો આરોપ. સરકાર સત્તામાં રહેવા માટે કંઈપણ કરી શકે છે. ઠાકરેના આરોપને મુખ્યમંત્રી ફડણવીસે ગણાવ્યા પાયાવિહોણા.






















