Opposition march to ECI : વોટ ચોરીના આરોપ સાથે સંસદથી સડક સુધી સંગ્રામ, જુઓ અહેવાલ

Opposition march to ECI : વોટ ચોરીના આરોપ સાથે સંસદથી સડક સુધી સંગ્રામ, જુઓ અહેવાલ 

Opposition march to ECI :બિહારમાં ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણીમાં "મતદાર છેતરપિંડી" ના આરોપો સામે સંસદથી ચૂંટણી પંચ સુધી ઈન્ડિયા બ્લોકના નેતાઓની કૂચ દિલ્હી પોલીસે અટકાવી હતી. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પોલીસ બેરિકેડ પાર કરીને આગળ વધ્યા હતા.

અખિલેશ યાદવે પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી

પોલીસે વિપક્ષી સાંસદોને રોક્યા છે, ત્યારબાદ તેઓ ત્યાં બેસીને વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવ પણ બેરિકેડ પાર કરીને બીજી બાજુ વિરોધમાં જોડાયા છે. તેમણે કહ્યું કે અમને રોકવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે પોલીસ વિપક્ષી સાંસદોને ચૂંટણી પંચ તરફ કૂચ કરતા અટકાવી રહી હતી અને તેઓ વિરોધ કરવા માટે ધરણા પર બેઠા હતા.

ઉલ્લેખનિય  છે કે, બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીની ચકાસણી માટે ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન પર સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે SIR પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે પરંતુ ચૂંટણી પંચને આધાર કાર્ડ અને મતદાર ID ને દસ્તાવેજો તરીકે માન્ય બનાવવા પર વિચાર કરવાનું સૂચન કર્યું છે. આ મુદ્દા પર સુનાવણી 12 ઓગસ્ટે થશે. જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola