PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?

Continues below advertisement

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો કરવા માટે એક ઉદાહરણીય ડગલું ભર્યું. સૂત્રો મુજબ પીએમ મોદીએ પોતાના કાફલામાં સામેલ ગાડીઓની સંખ્યામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. પીએમ મોદીએ તેમના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કહ્યું છે. જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માટે કોઈ નવી ગાડી ખરીદવામાં ન આવે. જેથી સરકારી તિજોરી પર વધારાનો બોજ ન પડે. એસપીજીએ પીએમના આ નિર્દેશો પર અમલ શરૂ કરી દીધો છે. તો આ તરફ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડી દીધી છે. પીએમ મોદીએ હૈદરાબાદ અને વડોદરામાં જનતાને સોનું ન ખરીદવા અને ઈંધણ બચાવવા અપીલ કરી હતી. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે અને શિપિંગમાં અવરોધ ઊભો થયો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં 60 દિવસનો તેલ અને ગેસનો સ્ટોક છે, પરંતુ ભવિષ્યની સ્થિતિને જોતા વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે આ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola