Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર

Continues below advertisement

બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીના વિજેતા સ્વરૂપજી ઠાકોરે આજે શપથ લીધા છે.. આજે સ્વરૂપજી ઠાકોરે અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં પદ અને ગોપનિયતાના શપથ લીધા છે..આ પ્રસંગે ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા..

બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે છેલ્લી ઘડીની બાજી મારીને ભવ્ય જીત મેળવી હતી ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2367 મતથી જીત્યા હતા. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપના સ્વરૂપજીની બહુમત સાથે વિજય થતાં પાર્ટીમાં ખુશીની લહેર પ્રસરી હતી. કોંગ્રેસનાં ગુલાબસિહ રાજપૂતને 23 રાઉન્ડની મતગણતરીમાં કુલ 89,402 જ્યારે અપક્ષનાં માવજી પટેલને 27,173 અને ભાજપનાં સ્વરૂપજી ઠાકોરને 91,755 મત મળ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram