Geniben Thakor : ભાજપના ઓરિજનલ નેતાઓની લોકોમાં આબરૂ નથી , ગેનીબેનનો પલટવાર
Geniben Thakor : ભાજપના ઓરિજનલ નેતાઓની લોકોમાં આબરૂ નથી , ગેનીબેનનો પલટવાર
સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર. ભાજપના ઓરિજનલ નેતાઓની લોકોમાં આબરૂ નથી. ભાજપે કૉંગ્રેસના લોકોને ઉમેદવાર બનાવવા પડે છે. 30 વર્ષના શાસન પછી પણ ભાજપની આવી સ્થિતિ છે.
સાસદ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો છે. ભાજપના ઓરિજિનલ નેતાઓની લોકોમાં આબરૂ નથી, આ નિવેદન તેમણે આપ્યું. ભાજપે કોંગ્રેસના લોકોને ઉમેદવાર બનાવવા પડે છે. 30 વર્ષના શાસન પછી પણ ભાજપની આવી સ્થિતિ છે. ગેનીબેને આ પ્રહાર કર્યો, કામ જેટલા કરવાના થતા હતા, કેમ ના કર્યા? અને આજે તમારે કોંગ્રેસના ઉમેદવારો ત્યાં લઈ જઈને લડાવવા પડતા હોય, 30 વર્ષના રાજમાં તો ટાંકણીમાં પાણી લેવાની જરૂર ભાજપવાળાને છે કે નહીં? આજે ઉમેદવારો કોંગ્રેસ પાસે ગોતવા પડે, તો તમારી ભાજપની જે ગળથૂથીવાળા જે ઓરિજિનલ ભાજપવાળા છે, એને તમે ચૂંટણી મેદાનમાં ઉતારો ને, તમારે આબરૂ હોય તો લોકો વચ્ચે. એટલે એનો અર્થ એ થયો કે આજે પણ ભાજપના ઓરિજિનલ ભાજપના નેતાઓની લોકોમાં આબરૂ નથી. ચૂંટણી જીતવા માટે એટલા માટે એમને કોંગ્રેસના ઉમેદવારો વતીને લડાવવા પડે.