અમદાવાદઃ 'મારો પુત્ર 13 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, તેનો પણ હક્ક બને છે ટિકિટનો', કયા નેતાએ આપ્યું નિવેદન? જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય. તેમજ ત્રણ ટર્મથી ચૂંટાનાર સભ્યોને ટીકિટ નહીં અપાય. એટલું જ નહીં, હોદ્દેદારો અને આગેવાનોના કોઇ સગાને પણ ટીકિટ નહીં મળે. ત્યારે હવે અમદાવાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મેયર અમિત શાહે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના પુત્ર સની શાહે માંગેલી ટિકિટ મુદ્દે પણ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, મારો પુત્ર 13 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, તેનો પણ હક્ક બને છે ટિકિટનો.
Continues below advertisement