West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત
રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે. રાહુલ ગાંધીની સ્ટાલિન સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ છે. જે પરિણામ આવી રહ્યા છે ત્યારબાદ મમતા બેનર્જી અને સ્ટાલિન સાથે પણ રાહુલ ગાંધી વાતચીત કરી છે. તમિલનાડુમાં ટીવીકેની શાનદાર જીત જોવા મળી રહી છે. ગઠબંધન પણ કોંગ્રેસ સાથે કરી શકે છે.
દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે સાથે કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા, ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ 7 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના આંકડા પણ આવી ગયા છે. આ પેટાચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કરતા પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભાજપે ગુજરાતની ઉમરેઠ, નાગાલેન્ડની કોરીડાંગ, ત્રિપુરાની ધર્મનગર અને મહારાષ્ટ્રની રાહુરી બેઠક પર ભગવો લહેરાવ્યો છે. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસના ખાતામાં જીત ગઈ છે. આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા મહારાષ્ટ્રની બારામતી બેઠકની છે, જ્યાં જાન્યુઆરી 2026 માં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રેકોર્ડબ્રેક મતોથી આગળ ચાલી રહ્યા છે. આવો વિગતે જાણીએ ક્યાં કોની જીત થઈ અને કોને હારનો સામનો કરવો પડ્યો.