Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને કોંગ્રેસે સોંપી નેતાઓને જવાબદારી. ભરતસિંહ સોલંકીને બનાવાયા રણનીતિ કમિટીના ચેરમેન. લાલજી દેસાઈને બનાવાયા રણનીતિ કમિટીના વાઈસ ચેરમેન. હેમાંગ વસાવાડાને બનાવાયા રણનીતિ કમિટીના કન્વીનર. શક્તિસિંહ ગોહિલને બનાવાયા કેમ્પેઈન કમિટીના ચેરમેન. પરેશ ધાનાણીને બનાવાયા કેમ્પેઈન કમિટીના વાઈસ ચેરમેન. સાંસદ ગેનીબેન ઠાકોરને બનાવાયા કેમ્પેઈન કમિટીના કન્વીનર. સિદ્ધાર્થ પટેલ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન. જીજ્ઞેશ મેવાણીને બનાવાયા ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી વાઈસ ચેરમેન. બિમલ શાહને બનાવાયા ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી કન્વીનર. જગદીશ ઠાકોર કાર્યક્રમ અમલીકરણ સમિતિના ચેરમેન. ઈન્દ્રવિજયસિંહ કાર્યક્રમ અમલીકરણ સમિતિના વાઈસ ચેરમેન. હિંમતસિંહ પટેલ કાર્યક્રમ અમલીકરણ સમિતિના કન્વીનર. શૈલેષ પરમારને બનાવાયા ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન. ઋત્વિક મકવાણાને બનાવાયા ચૂંટણી ઢંઢેરા સમિતિના વાઈસ ચેરમેન. ડૉ. મનીષ દોશીને બનાવાયા ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર. અમી યાજ્ઞિકને બનાવાયા મીડિયા કમિટીના ચેરમેન. લલિત કગથરાને બનાવાયા મીડિયા કમિટીના વાઈસ ચેરમેન. ગ્યાસુદીન શેખને બનાવાયા મીડિયા કમિટીના કન્વીનર. કદીર પિરઝાદાને પબ્લિસિટી કમિટીના ચેરમેન.






















