Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

Continues below advertisement

રાજકોટ જિલ્લામાં ઉપરા-છાપરી સાત ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપના સતત આંચકાના કારણે વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે કેટલીક શાળામાં રજા જાહેર કરી દેવાઇ છે.  ધોરાજીની અનેક ખાનગી શાળાઓએ સ્કૂલોમાંથી  રજા આપી દેવાઇ છે.

રાજકોટ જિલ્લાની 12 કલાકમાં સાત વાર  ધરા ધ્રુજી છે. જેતપુર અને ધોરાજી પંથકમાં  ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે 6 વાગ્યેને 19 મીનિટે  3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.  સવારે 6 વાગ્યેને 65 મીનિટે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. સવારે 6 વાગ્યેને 58 મીનિટે 3.2ની તીવ્રતાનો આચંકો આવ્યો હતો, સવારે 7થી 7:15 વાગ્યા સુધીમાં 2.9ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડીમાં પણ  કંપન અનુભવાયું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ  ઉપલેટાથી 28 કિમી દૂર નોંધાયું છે. ગતરાત્રીના 8 વાગ્યેને 43 મીનિટે પણ  ભૂકંપ અનુભવાયો હતો
ગતરાત્રીના  3.3ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola