Surendranagar Bus Fire : ચોટીલા પાસે પ્રાઇવેટ બસમાં લાગી ભીષણ આગમુસાફરોનું કરાયું રેસ્ક્યૂ
Surendranagar Bus Fire : ચોટીલા પાસે પ્રાઇવેટ બસમાં લાગી ભીષણ આગમુસાફરોનું કરાયું રેસ્ક્યૂ
અમદાવાદ-રાજકોટ હાઈવે પર સુદામા ટ્રાવેલ્સમાં આગથી અફરાતફરી. બારીમાંથી મુસાફરોનું રેસ્ક્યૂ. જાનહાની નહીં. ભારે તાપના કારણે આગનું પ્રાથમિક તારણ. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. સુરેન્દ્રનગરના ચોટીલા પાસે આ અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ બસમાં સવાર તમામ 25 જેટલા મુસાફરો સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.






















