Rajkot Crime News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો
રાજકોટના સંતકબીર રોડ પર બે મિત્રના દેશી દારૂ પીધા બાદ રહસ્યમય મોતનો કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં દેશી દારુ પીધા બાદ બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો થયો હતો. દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી બંને મિત્રોની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. બુટલેગર જીણા ભગતે દેશી દારૂમાં ઝેર ભેળવી તેઓની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. અગાઉ પોલીસને બાતમી આપ્યાની અદાવત રાખી હત્યા હોવાનુ્ં માનવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે ગઈકાલે મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનો મૃતદેહ મળ્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમે જીણા ભગતની અટકાયત કરી હતી. CCTVમાં અલ્પેશ, જીણા ભગત વચ્ચે દેશી દારૂની આપ-લે થતી હોવાનો ખુલાસો થયો છે.






















