Rajkot Mega Demolition: રાજકોટમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, 1489 મકાનો પર ફરશે બુલડોઝર
રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનનો પ્રારંભ. આજી નદી કાંઠાના 1 હજાર 489 બાધકામોને તોડી પડવામાં આવશે. 2500થી વધુ પોલીસકર્મીઓ અને મનપાનો સ્ટાફ મળીને કુલ 5 હજાર કરતા વધુ કર્મચારીઓ આ ડિમોલિશનમાં જોડાયા. આ ઓપરેશન માટે જુદી-જુદી 7 ટીમો બનાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરો સહિત 14 અધિકારીઓને સોંપવામાં આવી છે. ડિમોલિશન માટે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર સહિત 260થી વધુ મશીન સાથે માઈક્રો પ્લાનિંગ કરાયું છે. તો વિશેષ કંટ્રોલરૂમથી તમામ ઝોનમાંથી કામગીરીનું સતત મોનિટરિંગ કરાશે. જો કે એક હજારથી વધુ મકાનોને લોકોએ જાતે જ ખાલી કર્યા છે..રાજકોટ મનપાના ઈતિહાસનું આ સૌથી મોટુ ડિમોલિશન છે. જેથી જંગલેશ્વરના ડિમોલિશન પર માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતની નજર છે.






















