Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો
રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો. જાણીતા માધ્યમોમાં કામ કરતા આ પત્રકારોએ એક તબીબને બનાવ્યા હતા નિશાન. પત્રકારોનું ષડયંત્ર પણ શરમાવે તેવું હતું.. આ ઘટનાનો મુખ્ય માસ્ટર માઈન્ડ હતો ડૉ. કમલ નાંઢા.. જે ફરિયાદીના ક્લિનીકમાં જ કામ કરતો હતો. ડૉ. કમલે ક્લિનીકના લેબર રુમનાં બલ્બના હોલ્ડરમાં લગાવ્યો હતો હિડન કેમેરા. જેવી લાઈટ ચાલુ થાય, કે બધું જ આ કેમેરામાં થતું રેકોર્ડ.. જેમાં ઈનબિલ્ટ મેમરી કાર્ડ પણ હતું.. આ કેમેરામાં તબીબની સારવાર તો કેદ થતી.. પણ સાથે સાથે તેના સ્ત્રી મિત્ર સાથેની અંગત પળો પણ કેદ થતી. બસ આ જ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો ડૉ. કમલ નાંઢાએ.. નાંઢાએ આ બધા ફૂટેજ પત્રકારોને પધરાવ્યા.. અને બાદમાં શરુ થયો બ્લેકમેલિંગનો ખેલ.. સત્યની ગર્જના, ભારત ટાઈમ્સ, B 1 ન્યૂઝ, ભારત હેડલાઇન્સ, રાજકોટ હેડલાઇન્સ સહિતના માધ્યમોમાં કામ કરતા પત્રકારોએ તોડ કર્યો. તબીબ પાસે માંગવામાં આવ્યા હતા 25 લાખ રુપિયા. જેમાંથી તબીબે હજુ 50 હજાર આપ્યા હતા. વર્ષ 2023થી નાંઢાએ અંદાજે 3000 થી વધુ વીડિયો બનાવ્યા હતા.. વર્ષ 2024થી તબીબને બ્લેકમેલ કરવાનું શરુ કર્યુ હતુ. હિડન કેમેરો મૂકનાર ડૉ. કમલ નાંઢા સહિત હિરેન મકવાણા, અજયસિંહ ચુડાસમા, હાર્દિક ડોડીયા,જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર , ભરતભાઈ સહિતના પત્રકારો સામે ગુનો નોંધીને પોલીસે તપાસ શરુ કરી..