Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા. લાંબા સમયથી ચાલી રહેલ કેસમાં નામદાર મ્યુનિસિપલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા બે જાણીતી ખાણીપીણીની પેઢીઓના સંચાલકોને જેલની સજા અને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે...12 ડિસેમ્બર 2019ના રોજ જીજે-3 ઢોસા કોર્નર પરથી ફૂડ વિભાગની ટીમે સાંભારનો નમૂનો લીધો હતો. જે ફેઈલ જતા વેપારી સામે મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે ચુકાદો સંભળાવી પેઢીના માલિક રવી મેઘાણીને છ માસની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો. તો તરફ 23 નવેમ્બર 2021ના રોજ દ્વારકાધીશ હોટલમાથી લસણ, મરચાની ચટણીના નમૂના લેવામાં આવ્યા હતા..જેમાં બે પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો હતો. કોર્ટે પેઢીના માલિક કનુ બાંભવાને 6 માસની સખત કેદ અને 2 લાખનો દંડ ભરવા આદેશ કર્યો છે. અને દંડ ન ભરે તો વધુ 6 માસની જેલની સજાનો હુકમ કર્યો છે.






















