Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

Continues below advertisement

રાજકોટના હાર્દસમા લીમડા ચોક વિસ્તારમાં આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારીની ઘટના બની. માત્ર ટ્રાવેલ્સનો મેમો એટલે કે ટિકિટની પહોંચ કાઢવામાં થયેલી થોડીવાર જેવી સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કોઈ ગ્રાહક કે વ્યકિત મેમો લેવા માટે ઓફિસ પર આવ્યા હતા. મેમો કાઢવામાં થોડો સમય લાગતા બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં વાત વણસતા બનાવ મારામારી સુધી પહોંચી ગયો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ ઓફિસના સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી હાથાપાઈ શરૂ કરી દીધી હતી. આ સમગ્ર હિંસક ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા અને ઓફિસમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા કાયદો- વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola