Rajkot Nafed Groundnut Theft: રાજકોટમાં મગફળીની ચોરી કે કૌભાંડ? સરકારે હાથ ખંખેર્યા!
Rajkot Nafed Groundnut Theft: રાજકોટમાં મગફળીની ચોરી કે કૌભાંડ? સરકારે હાથ ખંખેર્યા!
રાજકોટ જિલ્લામાં નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરીથી ખળભળાટ મચી ગયો.. જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેર હાઉસ ભાડે રખાયું હતું.... જેમાં નાફેડે ખરીદ કરેલી 57 હજાર 600 ગુણી મગફળીનો જથ્થો રખાયો હતો... 5 ડિસેમ્બર 2024થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રહેલી મગફળીની ગુણી પૈકી 1 હજાર 212 ગુણી મગફળીની ચોરી થઈ.... 31 લાખ 64 હજાર 956 રૂપિયાની મગફળીની ગુણીની ચોરીઓ થતા હડકંપ મચી ગયો..... આ વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાકટ અમદાવાદની શ્રીરામ એન્ટપ્રાઈઝ નામની એજન્સીને સોંપાયો હતો.... મગફળીની ચોરી થતા સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસીટન્ટ અને વેર હાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી.... નાફેડે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં રાખી છે ત્યાં દર છ મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવે છે... ડિસેમ્બર 2024માં ફિઝિકલ વેરિફિકેશન બાદ જૂનમાં ફરી વેરિફિકેશન હાથ ધરાયું હતું... આ દરમિયાન 26 જૂન 2025ના અમિતકુમાર ગીલ્લાની ટ્રાન્સફર કરવામાં આવી અને તેના સ્થાને સંદિપકુમાર શ્રીપૂર્ણરામ કડવાસરાને મૂકાયા હતાં.. જેને ચાર્જ સોંપતી વખતે બંને અધિકારીએ ફિઝીકલ વેરિફિકેશન હાથ ધરાતા 1 હજાર 212 બોરીની ચોરી થયાનું સામે આવ્યું.... પોલીસે હાલ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી.... જોકે સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર મગફળીની ચોરી થઈ છે કે પછી કૌભાંડ થયું છે... કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા... જો સીસીટીવી કેમેરાનો અભાવ હતો તો કેમ વેર હાઉસને ભાડે રાખવામાં આવ્યું... કેમ ચોરી થયા બાદ વેરહાઉસમાં સીસીટીવી કેમેરા લગાવાયા.... સિક્યોરિટી ગાર્ડ હોવા છતા પણ કેમ મગફળી ચોરાઈ તે પણ સવાલ છે.... નોંધનીય છે કે અગાઉ પણ ટેકાના ભાવે ખરીદીમાં ખેલ થયાના આરોપ લાગી ચૂક્યા છે.... તો વિરમગામમાં પણ ડાંગર કૌભાંડ થઈ ચૂક્યું છે....





















