શોધખોળ કરો

Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ

રાજકોટની જાણીતી મેડિકેર હોસ્પિટલ અને ત્યાંના કથિત 'નિષ્ણાત' ડો. અમિત વસાણીની એક ગંભીર ભૂલ અને દવાની ખોટી માત્રાએ એક પરિણીત મહિલાની આખી જિંદગી બરબાદ કરી નાખી. સામાન્ય તાવની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલી નિર્દોષ મહિલા પર જાણે દવાઓનો પ્રયોગ કરવામાં આવ્યો હોય તેમ, ઇન્જેક્શન અને દવાઓના હેવી ઓવરડોઝ આપી દેવાયા. આ આંધળા બહેરા વહીવટના પરિણામે મહિલાના માથાના તમામ વાળ ખરી ગયા, આખા શરીરની ચામડી ઉખડી ગઈ અને બોનસમાં આખી જિંદગી ભોગવવી પડે તેવી ડાયાબિટીસની ગંભીર બીમારી પણ આવી ગઈ. આ ભયાનક રિએક્શન બાદ જ્યારે પરિવારે અન્ય ડોક્ટરની સલાહ લીધી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે ડો. અમિત વસાણીની તમામ દવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવી પડે તેમ હતી. પીડિત પરિવારે હોસ્પિટલની તિજોરી ભરવા માટે ₹૨૫ લાખથી વધુનું આંધણ કર્યું, પરંતુ બદલામાં મેડિકેર હોસ્પિટલે તેમને માત્ર અને માત્ર જીવનભરનું અસહ્ય દુઃખ ભેટમાં આપ્યું.આટલી ભયાનક બેદરકારી છતાં તંત્ર અને તબીબોની સાંઠગાંઠ એટલી મજબૂત છે કે વર્ષ ૨૦૨૪માં જિલ્લા કલેક્ટર, એસપી અને ખુદ આરોગ્ય મંત્રી સુધી લેખિત રજૂઆતો કરવા છતાં આ 'પગારદાર યમદૂતો' સામે કોઈ કડક પગલાં લેવાયા નથી. આરોગ્ય મંત્રીના આદેશ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે માત્ર દેખાડો કરવા ખાતર પીડિત પરિવાર અને ડોક્ટરને સાંભળ્યા ખરા, પરંતુ ન્યાય આપવાના બદલે એક અત્યંત હાસ્યાસ્પદ જવાબ પધરાવી દીધો. કાઉન્સિલે જાણે કોઈ બાળકને વઢતા હોય તેમ ડોક્ટરને માત્ર 'ઠપકો' આપીને હાથ ધોઈ નાખ્યા!  આ મજાકથી કંટાળીને હવે પીડિત પરિવારે ડો. અમિત વસાણી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરી ન્યાયની આખરી ગુહાર લગાવી છે. સૌથી મોટો અને હાસ્યાસ્પદ તમાશો તો ત્યારે જોવા મળ્યો જ્યારે હોસ્પિટલના બે માલિક ડોક્ટરો ગોળ-ગોળ જવાબો આપવા મેદાને પડ્યા. જેમની સામે સીધા આક્ષેપો છે તેવા ડો. અમિત વસાણીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અન્ય ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. નીરવ પીપળીયાની દવા પર દોષનો ટોપલો ઢોળી દીધો. તો વળી બીજા તબીબ ડો. અંકુર વરસાણીએ મેડિકલ સાયન્સને બાજુ પર મૂકીને અંધશ્રદ્ધા જેવો તર્ક આપતા એવું કહી દીધું કે, "આ તો દર્દીના નસીબ ખરાબ હતા એટલે રિએક્શન આવ્યું, આમાં કોઈનો વાંક નથી!" લાંબી કાનૂની અને શારીરિક લડત બાદ દોઢ વર્ષે મહિલાને આંશિક રિકવરી તો આવી છે, પરંતુ આ અહંકારી અને લાપરવાહ ડોક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પરિવાર આજે પણ મક્કમ છે.

રાજકોટ વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોર્મુઝ ખુલશે, અમેરિકા હટાવશે નાકાબંધી, જહાજોને નહીં આપવો પડે ટોલ, US-ઈરાનની ડીલની મોટી વાતો
હોર્મુઝ ખુલશે, અમેરિકા હટાવશે નાકાબંધી, જહાજોને નહીં આપવો પડે ટોલ, US-ઈરાનની ડીલની મોટી વાતો
Iran US War End: 107 દિવસ બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત, ટ્રમ્પે શાંતિ કરારની કરી જાહેરાત
Iran US War End: 107 દિવસ બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત, ટ્રમ્પે શાંતિ કરારની કરી જાહેરાત
તમારા PF એકાઉન્ટમાં નોમિની નથી? જાણો તમારા મૃત્યુ બાદ પરિવારને પૈસા કેવી રીતે મળશે
તમારા PF એકાઉન્ટમાં નોમિની નથી? જાણો તમારા મૃત્યુ બાદ પરિવારને પૈસા કેવી રીતે મળશે
બેંક ખાતામાં કેટલા પૈસા હોય તો આવે ઇનકમ ટેક્સની નોટિસ? જાણી લો બદલાયેલા નિયમો
બેંક ખાતામાં કેટલા પૈસા હોય તો આવે ઇનકમ ટેક્સની નોટિસ? જાણી લો બદલાયેલા નિયમો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2026: ગુજરાતના 9 રત્નો અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરાયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો પર કેમ ઉકળ્યા મંત્રીશ્રી?
Praful Pansheriya on Surat Demolition: ભૂતિયા ડિમોલિશન કરનારના બચાવમાં આવ્યા પ્રફુલ પાનસેરિયા
Ambalal Patel Prediction : ચોમાસાના આગમન અને વરસાદની સ્થિતિ અંગે અંબાલાલ પટેલનું મોટુ અનુમાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War End: 107 દિવસ બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત, ટ્રમ્પે શાંતિ કરારની કરી જાહેરાત
Iran US War End: 107 દિવસ બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત, ટ્રમ્પે શાંતિ કરારની કરી જાહેરાત
હોર્મુઝ ખુલશે, અમેરિકા હટાવશે નાકાબંધી, જહાજોને નહીં આપવો પડે ટોલ, US-ઈરાનની ડીલની મોટી વાતો
હોર્મુઝ ખુલશે, અમેરિકા હટાવશે નાકાબંધી, જહાજોને નહીં આપવો પડે ટોલ, US-ઈરાનની ડીલની મોટી વાતો
FIFA World Cup 2026: જર્મનીએ કુરાકાઓને 7-1થી કચડ્યું, મેચમાં બન્યા આ રેકોર્ડ્સ
FIFA World Cup 2026: જર્મનીએ કુરાકાઓને 7-1થી કચડ્યું, મેચમાં બન્યા આ રેકોર્ડ્સ
Women's T20 World Cup 2026: પાકિસ્તાન સામે દીપ્તિ શર્માનો તરખાટ, પાંચ વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ
Women's T20 World Cup 2026: પાકિસ્તાન સામે દીપ્તિ શર્માનો તરખાટ, પાંચ વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
Embed widget