Rajkot news : રાજકોટ જિ.પંમાં ભાજપ સભ્યના ખેતરમાં દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

Continues below advertisement

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલ પીપરડી બેઠકથી ભાજપના મહિલા સભ્યની વાડીમાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પોલીસે બે કિશોર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરી. જ્યારે સૂત્રધાર મનાતો ભાજપ આગેવાનનો પુત્ર નાસી છૂટયો. રાજકોટ રૂરલ એલસીબી ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. જેના આધારે તપાસ કરતા અમરાપુરના સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડી સુધી પગેરૂ નીકળ્યું. જ્યાં દરોડો પાડતા વિદેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. પરિણામે પોલીસે ત્યાંથી જીતેશ સોલંકી, પ્રદીપ  સાગઠિયા ઉપરાંત બે કિશોરની ધરપકડ કરાઈ. જ્યારે રણજીત વાસાણીનું નામ ખૂલતા તેની શોધખોળ શરૂ કરી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola