Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
મોરબી રાજકોટ હાઈવે પર આવેલી છત્તર GIDCમાંથી પોલીસે ઝડપી પાડ્યો દારૂનો મસમોટો જથ્થો.. નામ વગરના ગોડાઉનમાંથી પોલીસે દારૂની 988 પેટી જપ્ત કરી.. દારુ, કન્ટેનર, બોલેરો કાર અને મોબાઈલ સહિત પોલીસે 1.17 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ત્રણ આરોપીઓની ધરપકડ કરી.. જ્યારે ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ જાલરીયા સહિત પાંચ વોન્ટેડ આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી..
આ અંગેની વિગતો એવી છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છત્તર જીઆઇડીસીમાં સ્થાનિક પોલીસે રેડ પાડી હતી. રેડ દરમિયાન જીઆઇડીસીમાં આવેલ નામ વગરના ગોડાઉનમાંથી 988 પેટી દારૂનો જથ્થો ઝડપાયો . દારૂ, ટ્રક કન્ટેનર, બોલેરો, મોબાઇલ સહિત 1.17 કરોડથી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે . સ્થળ ઉપરથી ત્રણ રાજસ્થાની શખ્સોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા . ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ જાલરીયા સહિત 5 શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ.





















