Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
રાજકોટમાં 25 મે, 2024એ 27 લોકોનું જીવન દીપ બુજાયો તે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં પહેલીવાર દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી શરૂ થઈ છે.. કેમ કે ગેમઝોન વગર મંજૂરીએ ચાલતો હતો અને કોર્પોરેશનના અધિકારીઓની ભૂંડી ભૂમિકા સ્પષ્ટ થઈ ચુકી હતી.. અને તે પૈકીના અધિકારીઓની ધરપકડ બાદ હવે જામીન પર પણ છે.. એટલુ જ નહીં.. મનપાના છ અધિકારીઓ કે જેમને આ કેસમાં માત્ર સસ્પેન્ડ કરાયા હતા.. એટલે કે ફરજ મોકૂફ કરાયા હતા.. અને એટલે જ સવાલ એ ઉઠતો હતો કે આ અધિકારીઓને સસ્પેન્ડ કેમ નથી કરાતા.. તમામ લોકો જાણે છે તેમ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ આ મુદ્દે કાર્યવાહી થાય તે માટે રિતસરનું અભિયાન શરૂ કરાયુ હતુ તેની અસર હવે દેખાય છે.. અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન થઈ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ અધિકારીઓને સસ્પેન્ડ બાદ હવે ડિસમિસ કરાયા હોવાની જાણકારી આપી છે.. અગ્નિકાંડ મામલે મનપાના ફાયર ઓફિસર રોહિત વિગોળા, ટાઉન પ્લાનિંગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણાને ડિસમિસ કરાયા છે.. જો કે આરોપી એવા મનસુખ સાગઠીયા નિવૃત થઈ ચુક્યો હોવાને લીધે તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા નિર્ણય કરાયો છે.. કેમ કે સસ્પેન્ડ થનાર અધિકારીઓને ઘેર બેઠે અડધો પગાર પણ મળતો હોય છે.. અને અગાઉ અનેક કેસમાં ફરી તેઓ નોકરી પર લાગી જતા હોય છે.. ત્યારે હવે આ અધિકારીઓ જીવનભર રાજકોટ મનપામાં નોકરી નહીં કરી શકે.. આશા રાખીએ કે ટ્રાયલ દરમિયાન મનપા અને સરકાર તમામ પૂરાવા મુકે અને દોષિતોને સજા થાય..
















