Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
Continues below advertisement
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
રાજકોટ TRP અગ્નિકાંડ બાદ પણ પ્રશાસન જાણે સુધરવાનું નામ જ ના લઈ રહ્યું હોય એવુ લાગી રહ્યુ છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં 5 માસથી ફાયર સિસ્ટમ બંધ હાલતમાં છે. જનના હોસ્પિટલ એક 12 માળની ઇમારત છે, જ્યાં મુખ્યત્વે મહિલાઓ અને નવજાત બાળકોની સારવાર થાય છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. આવી સંવેદનશીલ જગ્યાએ ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત ન હોવી ખૂબ ચિંતાજનક બાબત છે. સિવિલ સર્જને તપાસ કરતા સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુના વોર્ડમાં ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી. હાલ મેઇન્ટેનન્સ કરતી ગોપાલ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવમાં આવી છે..
Continues below advertisement
Tags :
RAJKOTJOIN US ON
Continues below advertisement