Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ભારે પવન અને તોફાનને કારણે કૂલ 2645 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જેમાંથી 2440 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો.. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 800 વીજપોલ ધરાશયી થયાં અને 28 ટ્રાન્સફોર્મર તૂટી ગયા.. PGVCLની 543 ટીમો કાર્યરત થઈ અને હજુ પણ વીજ પોલ રિ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે.
તો રાજકોટના સોરઠિયાવાડીમાં PGVCLની બેદરકારીની ફરિયાદ ઉઠી હતી. વાવાઝોડા અને વરસાદ બાદ 4 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોએ અનેક વખત PGVCLમાં ફોન કર્યો હતો પણ કોઈ જવાબ ન મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. લોકોની ફરિયાદો ન સાંભળવી પડે તે માટે ફોનનું રિસીવર નીચે ઉતારીને મૂકી દેવાયું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો. PGVCLના અધિકારીએ બચાવ કરતા કહ્યું સુરક્ષાના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા લાઇનો બંધ કરવામાં આવતી હોય છે.. એક સાથે અનેક લોકો કોલ કરતા હોવાથી ફોન ન લાગે તેવું બને..