Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો. વોર્ડ નંબર 16ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીનો પુત્ર વિદેશી દારૂના મોટા જથ્થા સાથે રંગેહાથ ઝડપાઇ જતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી..શહેર પોલીસની પીસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને કોર્પોરેટરના પુત્ર ઓમ સોલંકીની ધરપકડ કરી..બાતમીના આધારે પોલીસે ઢેબર રોડ પર આવેલા ગોપાલ નગર શેરી નંબર 2માં વોચ ગોઠવી હતી. અહીં એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હતી, જેમાં તપાસ કરતા કોંગ્રેસ નેતાનો 22 વર્ષીય પુત્ર ઓમ સોલંકી વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પકડાયેલો આરોપી ઓમ સોલંકી આ દારૂનો જથ્થો રાજકોટના કુખ્યાત હિસ્ટ્રીશીટર શિવરાજ વાળા પાસેથી લાવ્યો હતો. દારૂના મુખ્ય સપ્લાયર શિવરાજ વાળાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.






















