Rajkot Crime: રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા છે. મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનું રવિવારે મોત થયું હતું. બંને મિત્રોને દારુ પીવાની ટેવ હોવાનો પણ ખુલાસો થયો હતો. ક્રાઈમબ્રાંચની ટીમે બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા. જીણા ભગત નામના બુટલેગર પર મૃતકના પુત્રએ આરોપ લગાવ્યા હતા. પરિવારે આરોપ લગાવ્યો કે દારૂમાં કેમિકલ અથવા કંઈક ભેળવ્યું હોવાની આશંકા છે. પિતાએ પોલીસને જીણા ભગતનું એડ્રેસ બતાવતા કાવતરું રચાયું હોવાનો આરોપ લાગ્યો છે. જીણા ભગત વર્ષોથી બુટલેગર છે અને આ વિસ્તારમાં દારુ વેચે છે.






















