Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીને લઈ યુવકે કરી આત્મહત્યા મોરબીમાં. વિપુલ વિડજા નામના યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી માળીયા તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હિતેષ દસાડીયા સહિત ત્રણ શખ્સોને ગણાવ્યા જવાબદાર. ઉમા ટાઉનશિપમાં રહેતા હર્ષદ લીખીયાએ આશિષ પાડલીયા, હિતેષ દસાડીયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવીયાને હાથ ઉછીના એક કરોડ 26 લાખ આપ્યા હતા. આરોપીઓ રૂપિયા પરત આપતા ન હોવાથી હર્ષદભાઈએ આ બાબતે તેમના સાળા વિપુલ વિડજા સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષદભાઈ અને મૃતક વિપુલે આરોપીઓ પાસેથી રૂપિયા પરત માગ્યા હતા. જો કે એ વાત પસંદ ન આવતા ત્રણેય આરોપીઓએ ફરિયાદી હર્ષદભાઈ અને તેના સાળા વિપુલને ડરાવી ધમકાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રૂબરૂ અને ફોન પર સતત ધમકીઓથી કંટાળીને આખરે વિપુલ વિડજાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી. મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરાયો. સુસાઈડ નોટના આધારે હર્ષદભાઈની ફરિયાદ નોંધી બી ડીવીઝીન પોલીસે ત્રણે આરોપીની શોધખોળ હાથ ધરી.