MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલની અધિકારીઓને કડક સૂચના. ચોમાસા પૂર્વેની કામગીરી, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ સહિતના મુદ્દે ઓલપાડ તાલુકા પંચાયત કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ.. જેમાં ધારાસભ્ય મુકેશ પટેલ પાણીની મુખ્ય લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન લેતા લોકોને મસમોટો દંડ કરવાની સૂચના આપી.. એટલુ જ નહીં.. ગેરકાયદે કનેક્શન ધરાવતા લોકો વિરૂદ્ધ પોલીસ કેસ કરવાની અને હોદ્દેદારોને કોઈ ભલામણ નહીં કરવાની પણ તાકીદ કરી.. બેઠકમાં હાજર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ ગામોના સરપંચોને સ્વચ્છતા અભિયાન મુદ્દે ધારાસભ્યે કડક આદેશ કર્યો.. સાથે જ કહ્યું જાહેરમાં રસ્તા પર કચરો નાખવાની પ્રવૃતિ ચલાવી લેવામાં નહીં આવે.. ગામમાં સ્વચ્છતા જાળવવાની સંપૂર્ણ જવાબદારી સરપંચ અને તલાટીની રહેશે.. એટલુ જ નહીં.. જાહેરમાં રસ્તાઓ પર કચરો ફેંકનારા તત્વો સામે 500 રૂપિયાથી વધુ દંડ ફટકારવાની પણ ચેતવણી આપી.

















