Surat news: સુરત શહેરમાં જાતિવાદની માનસિકતા ડામવા મહાપાલિકાનો મોટો નિર્ણય

Continues below advertisement

સુરત મહાનગરપાલિકાએ  મોટો નિર્ણય લીધો છે.  સુરત શહેરમાં સાામજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદી માનસિકતાને નાબૂદ કરવા માટે શહેરના 75 વિસ્તારોના નામ બદલવાનો  નિર્ણય લેવાયો છે. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકોએ સર્વાનુમતે મંજૂરીની મહોર મારી છે. આ નિર્ણયને કારણે દાયકાઓથી ચાલી આવતી અમુક ચોક્કસ જ્ઞાતિ આધારિત ઓળખ હવે ભૂંસાશે અને શહેર એક નવી આધુનિક ઓળખ સાથે આગળ વધશે.સામાન્ય સભામાં જ્યારે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે એસસી અને એસટી સમાજના કોર્પોરેટરોએ તેને ઉમળકાભેર વધાવી લીધી હતી. હવે શહેરના તમામ 9 ઝોનમાં આવેલી 75 શેરી, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે.સામાજિક સંગઠનોની લાંબા સમયની રજૂઆતો બાદ પાલિકાના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ મહાપાલિકાના તમામ 9 ઝોનમાં કુલ 75 જેટલી એવી શેરીઓ, નગરો અને ગલીઓની ઓળખ કરવામાં આવી હતી જેમના નામમાં જ્ઞાતિનો ઉલ્લેખ હતો. આ યાદીના આધારે હવે સત્તાવાર રીતે સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola