Diwali Shopping: દિવાળીના તહેવારને લઈને રાજ્યના મોટા શહેરોની બજારોમાં જોવા મળી લોકોની ભીડ
દિવાળીના તહેવારને લઈને રાજ્યના મોટા શહેરોની બજારોમાં જોવા મળી લોકોની ભીડ. સુરતના બજારોમાં પણ જોવા મળી લોકોની ભારે ભીડ.. દિવાળીના તહેવારમાં ખરીદી કરવા ચૌટા બજાર અને ભાગડ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી.. મીઠાઈ, કપડા સહિતની ચીજવસ્તુઓની લોકો ધુમ ખરીદી કરતા જોવા મળ્યા. દિવાળીના પર્વમાં ઘરને રોશનીથી શણગારવા માટેની ચીજવસ્તુઓની પણ ધુમ ખરીદી થઈ રહી છે.. ગ્રાહકોથી બજારો ઉભરાતા દુકાનદારો અને વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા..
દિવાળીના તહેવારને લઈને રાજ્યના મોટા શહેરોની બજારોમાં જોવા મળી લોકોની ભીડ.. રાજકોટ શહેરના ધર્મેન્દ્રસિંહજી રોડ, લાખાજીરાજ રોડ, પરા બજાર, ગુંદાવાડી સહિતની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.. ઘર વપરાશની વસ્તુઓ,કપડા, કટલેરી, હોઝીયરી, ઈલેક્ટ્રોનિક્સ સહિતની વસ્તુઓની જબરદસ્ત ખરીદી થતી જોવા મળી.. એટલુ જ નહીં.. પ્રકાશના પર્વ સમાન દિવાળીમાં ઘરને સુશોભન કરવાની વસ્તુઓની પણ લોકો ધુમ ખરીદી કરી રહ્યા છે.. કેન્દ્ર સરકારના જીએસટી રિફોર્મના નિર્ણય બાદ કેટલીક ચીજવસ્તુઓમાં જીએસટીમાં ઘટાડો થતા મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થઈ રહ્યો છે.. તો રાજકોટમાં ખરીદી માટે આવેલ લોકો સ્વદેશી બનાવટની ચીજવસ્તુ ખરીદવાનો જ આગ્રહ રાખી રહ્યા છે..




















